ગઝલ
March 9, 2008 by jayeshupadhyaya
ચપટીક ચાંદ આકાશમાં
ને ઝાઝો મારા બાહુપશમાં
ફીણ ફીણ થયાં આપણે
દરીયો રેલાય ચોપાસમાં
એકમેકમાં હવે તરબોળ
મદિલા સ્પર્શોની ભિનાશમાં
કોરા કાગળ જેવી છે તું
શબ્દોને ગુંથ્યા લિબાસમાં
નામ તારું ગણગણવું ગમે
રણઝણતુણ રહે એ શ્વાસમાં