મહેક શ્વાસોથી નીક્ળીને ફેલાઈ બધે
તારું મેં નામ લીધું તારું મેં નામ લીધું
મૌન પડઘાતું રહ્યું ને શબ્દ સ્તબ્ધ જોતા રહ્યા
તારી સામે ખુલવાની તક અમે ખોતા રહ્યા
જીવવું એક તારું નામ હોઠે બસ તારું નામ
તારું મેં નામ લીધું
સમી સાંજે કોઈ અમથુંજ યાદ આવે છે
યાદો સ્મૃતી સ્મરણ એકલાં ક્યાં આવે છે
એકે હજારું નામ હોઠે બસ તારું નામ
તારું મેં નામ લીધું