ગઝલ
March 9, 2008 by jayeshupadhyaya
લખું તો શું લખું ને તું કહે લખ મને
તને લખું તો સાંભરે કેમ અલખ મને
હીમ જેવી લાગણી લઈને ફરું છું
દે આલિંગન્ શ્વાસોથી ધખ મને
હીંસક થવાના કેટલાય દાખલા છે
નથી નહોર મને કે નથી નખ મને
સાવ સોનાનો છું હવેતો પરખ મને
ક્યાં સુધી ચોંટાડશે તું વરખ મને