ગીતા
March 11, 2008 by jayeshupadhyaya
ટેરવાંની સુંવળપ હજીયે અકબંધ છે
મેં તને ક્યારેક રેશમી સ્પર્શ કર્યો હતો
અર્થ તારે કાઢવા હોય એટલા કાઢજે
ફક્ત તારા નામથી મેં પત્ર ભર્યો હતો
શ્વાસોમાં તારા શ્વાસ ભળ્યા પછી તો ગીત
છાતીમાં લીલોછમ બાગ મહોર્યો હતો
સ્વપ્નમાં કરીને તને નજરકેદ
રાતભર પાંપણો પર પહેરો ભર્યો હતો