કેતકી માટે લખાયેલી 12/8/1987
March 30, 2008 by jayeshupadhyaya
એક્જ મકસદ લઈને જીવાઈ રહી છે જીંદગી
તારી પ્રતિક્ષા તારી રાહ ને ઇન્તઝાર તારો
તારું અસ્તિત્વ અમારા અસ્તિત્વને સભર કરે છે
ધડકનો તેજ કરી મુકે છે ઝીણો અણસાર તારો
તું દિલના દ્વારે જીંદગી લઈ ટકોરા દઈ રહી છે
શ્વાસોમાં ઘુંટાઈ રહ્યો છે હમેશા સ્વીકાર તારો
સમય થંભી ગયો છે ને ક્ષણોય વિતતી નથી
નજરો હવે તડપે છે કરવાને એક દિદાર તારો
(કેતકી વ્હાલી દ્દિકરી ના જન્મ સમયે લખેલી ગઝલ)