ગઝલ
April 1, 2008 by jayeshupadhyaya
ભલે એ તમારા એંકાત પરનો હુમલો ગણા
પણ અસુખ મારુ કે તારુ નહી આપણુ હોવુ જોઇએ
ચોતરફ દીવાલો બાંધવી હોય એટલી તમે બાંધો
મારી એકજ શરત કે વચ્ચે બારણુ હોવુ જોઇએ
તેમાં બંધનોની શીથીલતા કે શીતળતા ન પ્રવેશે
સંબંધોનુ સદૈવ સળગતુ તાપણુ હોવુ જોઇએ