દોસ્તી
April 1, 2008 by jayeshupadhyaya
એની વિશ્વસ્નિયતા પર કોઇજ શક નથી રહેતો
હાંફતા કુલીના પસીનાની જેમ ઇમાનદાર છે દોસ્તી
સતત મુલવતાજ્ રહેવુ પડતુ હોય છે અહી જાત ને
સમય સંબંધ અને સંજોગ વચ્ચેનો વહેવાર છે દોસ્તી
ભુખ અને પેટ ને જ્યાં કશો સંબંધજ રહેતો નથી
મઝદુરના બુઝાતા ચુલાના ધુઆની આરપાર છે દોસ્તી
એનો કસુર એટલોજ એને અનુકુળ થતાં ન આવળ્યું
આ પાર છે દુન્યવી વહેવાર તો સામે પાર છે દોસ્તી
ને પરચુરણથી તો એનો તાગ કેમ નીકળી શકે
ખીસ્સાનો નહી પણ દોસ્તના ખભાનો ભાર છે દોસ્તી