ગઝલ
April 9, 2008 by jayeshupadhyaya
અંતરમાં વહે એક નામ ખડખડ સતત
પ્રતિક્ષા કરતીજ રહેશે સાંકળ સતત
તને મળવા પીળચટ્ટા ફુલ સજાવી આવ્યો છુ
બાકીતો અસલમાં તો છુ હું બાવળ સતત
તને લઈને સમયને જીતવા નીકળ્યો છુ
ક્ષણો આગળ સતત ક્ષણો પાછડ સતત
શબ્દોતો સ્તબ્ધ થઈ ખોટકાઈ ગયા છે
તારા નામને સહારે વહે કાગળ સતત
બધાંય પુર્ણવિરામો ગળે અટક્યાં છે
જેમ શંકરને ગળે હોય હળાહળ સતત
Your website is added to ફોર એસ વી - સંમેલન http://www.forsv.com/samelan/
gસરસ ગઝલ
આ લીટીઓ ગમી
તને મળવા પીળચટ્ટા ફુલ સજાવી આવ્યો છુ
બાકી તો અસલમાં તો છુ હું બાવળ સતત
યાદ આવી
પગમાં મારા પડી છે થાકની બેડીઓ વર્ષોથી
તને મળવા તેથીજ કદી આવી શકુ તેમ નથી