શોધી શકે તો આ પણ કે તે પણમાં શોધજે
ન મળું હું તો છેવટે તું જઈ દર્પણમાં શોધજે
ગુલમહોરના ફુલ જેવી કર્ણમુલની લાલાશ
પણ પણ કહી અટકી હતી એ પણમાં શોધજે
સતત ગુંજતો રહેશે કાનમાં મારો અવાઝ
શરમાઈને કહેલ તું ય શું પણમાં શોધજે
કોઈક દિવસ પ્રતિક્ષા પીળી થઈ જાય તો
સીઝરે કહેલ બ્રુટ્સ તું પણમાં શોધજે
ગઝ્લ
April 11, 2008 by jayeshupadhyaya
સરસ ગઝલ
કોઈક દિવસ પ્રતિક્ષા પીળી થઈ જાય તો
સીઝરે કહેલ બ્રુટ્સ તું પણમાં શોધજે
ગમી
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
શોધી શકે તો આ પણ કે તે પણમાં શોધજે
ન મળું હું તો છેવટે તું જઈ દર્પણમાં શોધજે
વાહ
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?