ગઝલ
April 15, 2008 by jayeshupadhyaya
અક્સ્માતે અનાયાસે ઓચીંતા મળ્યા
ને કરીયે કિંતુ પરંતુ પણની આપલે
એકમેકમાં પોતપોતાને શોધતાં ફરીયે
ચાલ કરીયે આપણા દર્પણની આપલે
વખત જતાં લોકો એને પ્રેમ માની લેશે
જે હતી પરસ્પર સમજણની આપલે
જીદંગી આમજ પુરી થઇ જાય ઘણી વાર
આવજો ની આપલે આમંત્રણની આપલે
અઢાર અક્ષોહીણી સેના વહેંચી લીધી
પીડનારો પ્રશ્ન તો કૃષ્ણની આપલે
ગઝલ ગમી
ચાલ કરીયે આપણા દર્પણની આપલે
વખત જતાં લોકો એને પ્રેમ માની લેશે
વધુ ગમી
યાદ આવી
દર્પણ એ તો દેતો ચહેરો,જેવો દીધો જગ તાતે
ઓઘરાળા મોંપર તારે જોવોચાંદની જેવોચહેરો