ગુણીજનો આજે એક અઢી મીનીટ ની શોહરત ની વાત કરીયે
સંગીતકાર સ્નેહલ ભાટકર એક તર્જ બનાવી મહીનાઓ સુધી નામાંકીત ગયીકાઓ પાસે ચક્કર કાપ્યા પણ કોઇએ તેમને દાદ આપી નહીં છેવટે થાકીને તેમણે મુબારક બેગમ પાસે એ ગીત ગવડવ્યું અને એ ગીત મુબારક બેગમની ઓળખાણ બની ને રહી ગયું અઢી મીનીટ ના એ ગીતે અને ચાર જ પંક્તીના એ ગીતે મુબારક બેગમને ભરપુર શોહરત આપી જી આપ સમજી ગયા કે હું ફિલ્મ હમારી યાદ આયેગી ના ગીત ની વાત કરું છું
કભી તન્હાઇયોંમેં યું હમારી યાદ આયેગી
અંધેરે છા રહે હોંગે કે બીજલી કૌંધ જાયેગી
યે બીજલી રાખ કર જાયેગી તેરે પ્યાર કી દુનીયા
ન ફીર તું જી શકેગા ઔર ન તુજકો મૌત આયેગી
અઢી અક્ષરની અઢી મીનીટની શોહરત કેટલી બધીવાર સાભળી હતી આજે હકીકત જાણી આનંદ સાથે ગણગણાવી
મુબારક બેગમ જો એ વખતના રાજકારણનો ભોગ ન બન્યાં હોત તો તેમની પાસેથી ઘણાં સારાં ગીતો મળ્યાં હોત. ૧૯૪૦ના દાયકામાં તેઓ રાજસ્થાનથી મુંબઇ આવ્યાં હતાં. સંગીતકાર હંસરાજ બહલે તેમને પહેલીવાર તક આપી હતી. આજે મુંબઈના લેમિંગ્ટન રોડ પર અતિ સામાન્ય ઘરમાં ભારે ગરીબાઇમાં તેઓ જીવી રહ્યાં છે. મુબારક બેગમનું બીજું પણ એક ગીત “મુઝ કો અપને ગલે લગાલો ઓ મેરે હમરાહી” પણ લોકપ્રિય થયું હતું. વધુ રસપ્રદ વાત એ છે કે “મુગલે આઝમ” માટે પણ મુબારક બેગમે એક ગીત ગાયું હતું, પણ ફિલ્મની લંબાઈ ઘટાડવા કાપકૂપી કરાઈ તેમાં એ ગીતનો પણ ભોગ લેવાઇ ગયો હતો.