ફરી એક વાર ફીલ્મ જગતનો અતીત ઉલેચીયે
દોસ્તો જો હું તમને સંગીતકાર રામલાલ વીષે પુછું તો શક્ય છે ઘણાને એ નામ અપરીચીત લાગશે પણ જો હું તમને સહેરા નુ ગીત પંખ હોતી તો ઉડ આતી મૈં યાદ અપાવું તો આપ અવશ્ય સંમત થશો કે અદભુત ગીત છે .50 વર્ષ પહેલા એકો ઇફેક્ટ નું અફલાતુન સંયોજન આજ સંગીતકારનું છે.સંગીતકાર રામલાલની બહુ ગણીગાંઠી ફીલ્મો આવી મને બે યાદ આવે છે અને બન્નેના ગીતો સરસ હતા 1)સહેરા 2)ગીત ગાયા પથ્થરો ને અને ગીતો યાદ કરીયે
1)પંખ હોતીતો ઉડ આતી મૈં
2)તકદીર કા ફસાના
3)તુમ તો પ્યાર હો સજના
4)જા જા જા રે તુઝે હમ જાન ગયે
5) તેરે ખયાલો મે હમ તેરી હી યાદો મે હમ
6)ગીત ગાયા પથ્થરોને
શ્રી રામલાલજીએ પછી સંગીત ની દુનીયામાં શહનાઇવાદક તરીકે કામ કર્યું અને બે વર્ષ પહેલાં ખેતવાડીની ચાલમાં ગુમનામીનું અંધારું ઓઢી વીદાય લીધી
ખેતવાડીની ચાલમાં તો કોક વાર જવાનું થતું!
આજે હકીકત વાંચી ખૂબ દુખ થયુ