સ્નેહીજનો
ગુજરાતી સુગમસંગીત નો ચાહક અને ભાવક છું એથી આ લેખ લખવા પ્રેરાયો છુ કે ક્યાંક કોઇક પાસે જુના ગીતો હોય તો આગળ આવે અને એ ગીતો ને ઉજાગર કરે આકાશવાણી મુંબઇ વર્ષ 1969-70 થી નીયમીત રુપે સાંભળવાનુ શરું કર્યું આ માસ નું ગીત સુગમસંગીત વગેરે શીર્ષક હેઠળ આવતા કાર્યક્રમો માં ઘણાજ સુંદર અને મધુર ગીત આવતા હેમુ ગઢવી દીના ગાંધર્વ બી.કમલેશ કુમારી સુધા મલ્હોત્રા આનંદ કુમાર સી. પુરુષોત્તમ ઉપાધ્યાય હંસા દવે દીલીપ ધોળકીયા અજીત મર્ચંટ કૌમુદી મુનશી રાજુલ મહેતા હરીશ ભટ્ટ મન્ના ડે મહમદ રફી લતા મંગેશકર ગીતા દત્ત હેમંત કુમાર યેસુ દાસ ભુપેન્દ્ર શુભા ગર્ટુ શોભા જોશી બેગમ અખ્તર મનહર કેટ્કેટલાય ગાયકોથી સમૃધ્ધ હતા એ કાર્યક્રમો હજીય કેટલાય નામો સ્મૃતી માંથી ઉછળી ઉછળી બહાર આવવા મથે છે જેમ કે જગજીત સીંગ રાજેન્દ્ર મહેતા નીના મહેતા કમલ બારોટ પણ સવાલ એમને યાદ કરવાનો નથી સવાલ છે એમણે ગાયેલાં અસંખ્ય ગીતો જે અતીત માં દફન છે શું કોઇ માર્ગ છે એ ગીતોને હા હું ફરી કહું છું એ જ ગીતો રી મીક્સ નહી ને ફરી ને પ્રસ્થાપીત કરવાનો રણકાર ની સાઇટ પર એક વાચકે પણ આજ પ્રશ્ન પુછ્યો છે કે છે કોઇ માર્ગ આભાર ધનંજય ભાઇનો જેમણે આકાશવાણી ની યાદ તાજી કરાવી અને આભાર રણકારનો અને ટહુકાનો કે આ બાબતમાં તેઓ કંઇક કરી રહ્યા છે
સરસ. હું પણ ગુજરાતી ગીતોનો ચાહક છું.
લેખમાં રણકાર અને ટહુકોની લિન્ક આપવાનું કદાચ રહી ગયું હશે, ચાલો હું અહીં આપું છું.
રણકાર: http://rankaar.com
અને ટહુકો: http://tahuko.com
keep it up..
yes, I love GUJARATI SONGS. I used to listen in my childhood
every saturday from 11:50 12:00 p.m.
Thanks
ખૂબ અગત્યની વાત અંગ ધ્યાન દોરવા બદલ આભાર.નામશેષ થતા ગુજરાતી ગીતો અંગે પ્રયત્નો હજુ પણ વધુ થશે એવી આશા
khub j saras prayaas.. even i do love gujarati songs.. keep it up..
“નામશેષ થતાં ગુજરાતી ગીતો” વિષે આપ પણ આટલા ચિંતીત છો એ જાણી હૈયાને થોડું સાંત્વન તો મળ્યું.તસલ્લી એ વાતની કે મારી ચિંતામા સહભાગી કોઈ તો છે.બધુશ્રી નીરજ શાહના બ્લોગ પર આપનું સૂચન અને આપની નમ્ર વિનંતી કે ” જ્યાં જેની પાસે પણ જૂનાં સંઘરાયેલાં ગુજરાતી ગીતો પડયાં હોય તેઓ તે ખજાનો લઈને આગળ આવે અને “ગુજરાતી પ્રજા” તેમજ “ગુજરાતી સંગીત”ને ચરણે મૂકી આપણી “ગુજરાતી ભાષા”ને સાચવી અને ઉજાગર કરવાના એક અમોલા,ઉત્તુંગ અને ઉન્નત યજ્ઞમાં પોતાનું અણમોલ યોગદાન પ્રદાન કરે ” એ ઉચિત અને યથાયોગ્ય છે.આપની એ ચિંતા ખૂબ જ વ્યાજબી છે અને દાદ માંગી લે છે.
આજે જ્યારે અતિતના આવાસ ભણી પગલાં માંડયાં છે ત્યારે આવો ૧૯૪૯-૧૯૫૦ની શાલને યાદ કરીએ.એ જમાનામાં ઘણા ગુજરાતી ઘરોમા ચાવીવાળા થાળીવાજા પર માટીની ( ૭૮ આરપીએમ્)ની રેકોર્ડો વાગતી અને એમા ગુજરાતી ગીતોની સાથે “છગન રોમિયા”ના નાટકોની રેકોર્ડો પણ આવતી.આજે એ નાટકો શોધ્યાં જડે તેમ નથી.અગર કોઈ સંગીતપ્રેમી પાસે એ ખજાનો હોય તો એને પણ આ યજ્ઞમા હોમવા અને એને પ્રજવલ્લિત રાખવા આગળ આવે.ગુર્જરમાને ચરણે ધરેલું આપનુ આ યોગદાન એળે નહિ જાય.
ચાંદસૂરજ
મારા બ્લોગ પર મારી પાસેના કલેક્શન માંથી સમયાંતરે નવા-જૂના ગીતો પોસ્ટ કરું છું. તેમાંથી તમને ગીતા દત્ત મન્ના ડે રફી મુકેશ આશા વગેરે પણ મળશે
http://preetnageet.blogspot.com
ભાઇશ્રી જયેશ ઉપાધ્યાય,
આપનો પ્રયત્ન સરાહનીય છે,આશા છે વાંચકોમાંથી કઇક વિરલા જરૂર મળી રહેશે જે
આ પ્રયત્નને પ્રાણવાયુ પુરૂ પાડવામાં મદદ કરશે.એક વિનંતી જો મા.અસરફખાનના ગાયેલા ગીતોની ઓડીઓ નહી તો અક્ષરદેહ રચના મળી જાય તો મને ઇ-મેઇલ જરૂર કરશો.
અસ્તુ/આભાર્
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
E-mail:www.dhufari@gmail.com
Blog:http://dhufari.wordpress.com
“નામશેષ થતાં ગુજરાતી ગીતો”
ભાઈ શ્રી જયેશ ઉપાધ્યાય,
તમે જે ચિંતા દર્શાવી તે તદ્દન વાજબી છે અને આ કામ બીજું કોઈ કરે કે ન કરે, મારે-તમારે અને જેમને આ ગીતો ગમતા હોય તે સર્વેએ આ કામ ચાલુ કરી દેવું જોઈએ.
મેં આ દિશામાં નાનકડી શરૂઆત કરી છે. જેમને પણ ગુજરાતી ગીતોમાં રસ હોય તેઓને http://www.mavjibhai.com પર પધારી તેના ગીત-ગુંજન વિભાગની મૂલાકાત લેવા મારું આગ્રહભર્યું નિમંત્રણ છે.
ડૉ. પ્રીતેશ વ્યાસની સક્રીયતા પણ પ્રશંસનીય છે. હજુ વધુ ને વધુ લોકો આગળ આવે તો આ કામ અશક્ય નથી. પણ આપણે આપણાથી જ શરૂઆત તો કરવી જ પડશે. તો જ બીજાને પ્રેરણા મળશે.
-માવજીભાઈના પ્રણામ
જયેશભાઈ,
તમારી વ્યથા અકારણ નથી જ. રેડિયો જ્યારે મીઠો મધુરો લાગતો હતો એ જમાનામાં આવતા કેટલાય સુંદર ગીતો કાળની ગર્તામાં સરી ગયા છે. એ ગીતો સાંભળવા મળે તો ફરી અતીતની યાદો તાજી થાય અને સમય ઓગળી જાય.
મારી પાસે પણ ઘણાં જૂનાં ગુજરાતી ગીતો છે, પણ ગીતો વિશે પૂરતી માહિતીના અભાવે મૂકવાનું ટાળીએ છીએ. કારણ કે ગીતોના શબ્દો મળતા નથી હોતા, સંગીતકાર કે ગાયક કલાકારો વિશે અપૂરતી માહિતી .. વગેરે. એટલે વાચકોના પ્રશ્નો શરૂ થઈ જાય કે વગર માહિતીએ ગીત શું કામ મૂક્યું. પણ તમારા જેવા રસિયા હોય તો એવું જોખમ લેવામાં વાંધો નથી લાગતો.
બીજું, ભક્તિસંગીત ક્ષેત્રે કેટલાય વરસો પહેલાં ગુંજતા નરસિંહ મહેતા, ગંગા સતી વગેરેના ભજનોને પ્રયત્ન કરી સ્વર્ગારોહણ પર મૂકવાની કોશિશ કરી છે. ઉદાહરણ તરીકે નરસિંહ મહેતાના ભજનો તમે અહીં જોઈ શકશો.
http://www.swargarohan.org/audio-video/audio/narsinh-mehta.htm