ગુણીજનો
સ્વ્.હેમુ ગઢવી ગુજરાતી લોકસંગીતનો પ્રખર સુરજ લોકસંગીત જેના ઉલ્લેખ વગર અધુરું ગણાય એવા હેમુ ગઢવીના કેટલા ગીતો ગુજરાત પાસે છે વર્ષોથી રેડીયો કેસેટ સી.ડી. વગેરે માધ્યમમાં તલાશ કરીયે તો મુશ્કેલ થી 8-10 ગીતો મળે છે શું એટલા જ ગીતો ગાયા હશે એ મહાન ગાયકે ના પણ આપણી સજ્જતા ઓછી પડી કે આપણે આટલાજ મોતી સાચવી શક્યા .આવું જ ઇસ્માઇલભાઇ વાલેરા માટે કહી શકાય કવી દાદને રચના અને ઇસ્માઇલભાઇનો અવાઝ અને એ ગીત છે કાળજા કેરો કટકો મારો આ ત્રણ ભેગા થાય તો એવો ભાગ્યેજ દીકરી નો બાપ હશે જે ખળભળી ન ઉઠે પણ એમના પણ કેટલા ગીતો સાચવી શક્યા ગણ્યાગાંઠ્યા હરીશ ભટ્ટ જે વોઇસ ઓફ સાયગલ ગણાતા ક્યાં છે એમના ગીત અને લોકસંગીત એ પરમ પુજ્ય પીતશ્રીનુ ખેતર હોય એમ ઘણાએ પોતાની ધોરાજી હાંકી છે અરે એટલે સુધી કે અવીનાશભાઇના ઘણા ગીતોને લોકસંગીત માં ખપાવનારા પણ અહી છે. રી મીક્સ્અ ઘણું થાય છે આશ્વાસન એ લેવુ કે અસલ નહી તો નકલ તો છે યાદ આવે છે બે વાત બે દીગ્ગજોની પરેશ રાવલ અને ચન્દ્રકાંત બક્ષીની એક કાર્યક્રમ થયો હતો મુંબઇમાં ભવન નાટ્યગૃહમાં પરેશ રાવલ સાથે એક સાંજ એમાં આ કલાકારે હૈયાવરાળ કાઢતાં કહ્યું હતું આપણે તાળી પાડીને બેસી જઇએ છીએ કશુંજ નક્કર કરતા નથી ક્યાં છે પ્રવીણ જોશીની આરકાઇવ્ઝ નવો કલાકાર પ્રવીણ જોશી વીષે જાણવા ઇચ્છતો હોય તો ક્યાં જાય આપણે કશુંજ સાચવી રાખવા માંગતા નથી અને ચન્દ્રકાંત બક્ષી એ કહ્યું આપણે કશુંજ નોંધી રાખતા નથી નોંધપોથીની પ્રથાજ આપણામાં નથી ઘણા પસંગોના આપણે સાક્ષી બનતા હોઇએ છીએ પણ તવારીખમાં આપણું પ્રદાન નહીવત છે
આ યાદ કરવાનો આશય એટલોજ કે આપણે સાચવી રાખવાની બાબતે ઉદાસીન છીએ આજ અફસોસ થાય છે કે એ સમયે મારી પાસે કાશ એક ટેપ રેકર્ડર હોત્
“smarananjali”hemu gadhavi-audio cassette no BY SPHO .846501 by the gramophone company of india ltd.,A86 33, jessore road calcutta 700028@1984 may be available in the market , if u find any difficulty,pl let me know , i will get a copy from my cassette
bhai atyaare tame indiamaa chho? ho to fon number janavajo,thodi vaato karvi chhe,maru e-mail id ghparekh414@gmail.com chhe