પ્રસીધ્ધ ગીત ની ગુમનામ ગાયીકા
May 8, 2008 by jayeshupadhyaya
પ્રીયજનો
આશા રાખુ કે તમે કંટાળતા નહી હો મારાથી.પણ આજે હું એક એવા ગીત ની વાત કરવાનો છુ કે જે હજીય આપણી જીભે રમે છે 1962માં મહેબુબ ખાનની એક ફીલ્મ આવી હતી સન ઓફ ઇન્ડીયા હા એજ મહેબુબખાન જેમણે મધર ઇન્ડીયા બનાવી હતી એ ફીલ્મનું એક ગીત નન્હા મુન્હા રાહી હું દેશ કા સીપાહી હું બોલો મેરે સંગ જયહીન્દ જયહીન્દ ઘણુજ પ્રસીધ્ધ થયેલું . આ ગીત શાંતી માથુર નામની ગાયીકા એ ગાયું છે .આ ગાયીકા નું પછી એક પણ ગીત આવ્યું નથી હા સન ઓફ ઇન્ડીયામાં બીજા ગીત હતા પણ આ ગીત તેમનું એક માત્ર મશહુર ગીત છે.હવે આપણે એમ પણ કહી નથી શકતા કે આ ગીતે તેમના નામને ચાર ચાંદ લગાવી દીધા.