એક મુક્તક કુતુબ આઝાદ સાહેબનું
ફુલોનો પક્ષ કેમ લેતા રહ્યા
એકપક્ષી ન્યાય કાળોકોપ છે
ચુંટવાનો ગણો અપરાધતો
ખીલવાનો ફુલ પર આરોપ છે
ગુજરાતી ગીતો વીષે વાતો કરી પણ ગુજરાતી ગીતોનું ચલણ ઓછું કેમ થયું એના કારણોનીચર્ચા કરીયે . મારું અંગત મંતવ્ય અહીં જણાવું છું કદાચ હું ખોટો પણ હોઉં. ગુજરાતી સાહીત્ય પરીષદના પહેલા પ્રમુખ મો.ક્.ગાંધી એ એમના પહેલા પ્રવચનમાં કહ્યું હતું કે સાહીત્ય એવુ રચાવું જોઇએ કે છેવાડે નો કોશીયોય એ સમજી શકે વર્ષો જુના ભજનો નરસીંહ મહેતા મીરાબાઇ ના ભજનો લોકપ્રીય છે અખાના છ્પ્પા પણ જાણીતા છે ઇન્દુલાલ ગાંધી આંધળીમાનો કાગળ નામની એક કૃતીથી અમર થઇ જાય છે માધવ ક્યાંય નથી મધુવન માં ને વીવેચકોની જરુર નથી મરીઝ બેફામ શુન્ય સૈફ આસીમ કોઇ પરીચય ના મોહતાઝ નથી હરીન્દ્ર દવે સુરેશ દલાલ ને ગુજરાતી કવિતાનું નામ પડે ત્યારે યાદ કરવા પડતા નથી તેઓ સ્વયંસીધ્ધ છે આટલા ઉદાહરણ જોયા આ બધામાં સામન્ય વસ્તુ એ છે કે એમણે લોકભોગ્ય સાહીત્ય લખ્યું છે લોકો માટે લખ્યું છે બની બેઠેલા પંડીતો માટે નહી સરળતા એજ એમની મુડી છે વચ્ચે એક દૌર એવો આવ્યો કે કવિતા દુર્બોધ થવા લાગી સામાન્ય માણસને કશીજ ગતાગમા ના પડે એવી કવિતાઓ આવી ચશ્મીશ્ટ વીવેચકો વખાણે અને સાથી કવિ બીરદાવે એથી આગળ કવિતા વધી નહી ફક્ત કવિતા નહી પુરા ગુજરાતી સાહીત્યમા આ દૌર આવ્યો આ બધામાં એક કવીતાનો પ્રકાર બહુજ સફળ ગણાયો જેને વીવેચકો સાહીત્ય ગણવા તૈયાર નથી તે છે ગઝલ .ગઝલ ટકવાનું એકજ કારણ છે એની સરળતા .સરળ ભાષા અને સરળ અભીવ્યક્તીએ એની સફળતાનાં કારણ બની ને રહી .જે લોકોને ગમ્યું છે એજ ટકયું છે. આમ અને ખાસ વચ્ચેની તીરાડને આ દૌરના કવિઓએ ખાઇ બનાવી સરવાળે નુકસાન ગુજરાતી ભાષાને જ થયું.
ખીલવાનો ફૂલ ઉપર આરોપ છે.
કહેવું પડે.