તું લાગણીનું લીલુંછમ ઝરણ
હું શુષ્ક ઉજ્જડ રેતાળ રણ
ભુલવામાં વીતશે જીંદગી
યાદ રાખવાની ખોટી મથામણ
મારા શબ્દોનું શું કામ પડ્યું
લે મનેજ મુકી દે અવતરણ
જીંદગી એજ ઢાંચામાં ઢળશે
રહેશે આવકાર ને આમંત્રણ
તું તનેજ જીવે એ અભ્યર્થના
મહોરા પહેરી બેઠા દરેક જણ
June 29, 2008 by jayeshupadhyaya
તું લાગણીનું લીલુંછમ ઝરણ
હું શુષ્ક ઉજ્જડ રેતાળ રણ
ભુલવામાં વીતશે જીંદગી
યાદ રાખવાની ખોટી મથામણ
મારા શબ્દોનું શું કામ પડ્યું
લે મનેજ મુકી દે અવતરણ
જીંદગી એજ ઢાંચામાં ઢળશે
રહેશે આવકાર ને આમંત્રણ
તું તનેજ જીવે એ અભ્યર્થના
મહોરા પહેરી બેઠા દરેક જણ