મેં કુતરાને કચડી નાંખ્યો છે
July 21, 2008 by jayeshupadhyaya
એક લશ્કરી તાનાશાહ એક વાર પોતાની ગાડી લઇ દેશની મુલાકાતે નીકળ્યો દેશની સાચી સ્થીતીનું માપ કાઢવા બે ત્રણ દીવસ પછે એ દેશના એકદમ છેવાડે ના ગામ માં પહોંચ્યો જ્યાં તેને કોઇ ઓળખતું નહોતું ત્યાં અકસ્માતે એના ડ્રાઇવરની ભુલથી એક કુતરો ચગદાઇ ગયો ને કુતરો મરી ગયો ટોળું જમા થયુ ને કુતરાના મોતનું વળતર માંગવા લાગ્યું હવે તકલીફ એ થઇ કે એટલા પૈસા તાનાશાહ કે એના ડ્રાઇવર પાસે હતા નહી તાનાશાહે એના ડ્રાઇવરને બોલાવી કહ્યું હું અહી ઉભો છું તું જઇ બાજુના શહેરમાંથી પૈસા લઇ આવ ભલે કહી ડ્રાઇવર ગયો બે કલાક વીત્યા ત્રણ કલાક વીત્યા ચાર કલાક થવા આવ્યા તાનાશાહ ઉંચો નીચો થવા લગ્યો ત્યાંજ એણે જોયું તો એનો ડ્રાઇવર એક ટ્રકમાં અવતો હતો અને ટ્રક પૈસા રુપીયા દાગીના હીરા મોતી માણેક સોનું ચાંદીથી લદાયેલી હતી તાનાશાહ તાજ્જુબ થઇ ગયો એણે ડ્રાઇવરને પુછ્યું આ બધું શું છે ખબર નહી સાહેબ ડ્રાઇવરે જવાબ આપતાં કહ્યું કે મેં તો એ શહેર માં જઇ એટલું જ કીધું કે મારે પૈસા ની જરુર છે હું તાનાશાહનો ડ્રાઇવર છું અને મેં કુતરાને કચડી નાંખ્યો છે
Posted in જોક ટુચકા | 2 Comments
Leave a Reply
હે હે. મજા આવી ગઇ. આ તાનાશાહ, મુશર્ફ કે બીજું કોઇ?
મને તો લાગે છે કે આ તો સદ્દામ હશે !