સમક્ષ હોવું કે સક્ષમ
હોવું
એ દોસ્તીની શરત નથી
ચાદર કરતાં જ્યારે મેં
પગ લાંબા કર્યા છે
ત્યારે તમેજ તો હતા જેમણે
મારા પગ કાપ્યા નહી પણ ચાદર લાંબી
કરી આપી હતી
દોસ્તી ખીસાનો નહી
પણ ખભાનો ભાર છે
દોસ્તી સારી કે ખરાબ નથી હોતી
દોસ્ત સારાકે ખરાબ હોય છે
સરસ વાક્ય છે
ખુલાસા ન કરો
દોસ્તોને જરુર નથી
દુશ્મન એ સ્વીકારશે નહી
ઇશ્વરે મા બાપ પસંદ કરવાની છુટ આપી નથી
પણ સામે એણે
દોસ્ત પસંદ કરવાની પુરી
સ્વતંત્રતા આપી છે
ખોબા જેટલું દોસ્ત તેં આપ્યું છે
તે હું આખો ઉલેચાઇ જાઉં તો પણ
ચુકવીન શકું
આભાર અને ઉપકાર
એ દોસ્તીમાં વણ જોઇતા શબ્દો છે
પણ
આભાર ન જ માનું તો હું નગુણો કહેવાઉં
આભાર દોસ્ત
મને બદલવાની કોશીષ કર્યા સિવાય
જેવો છું એવો અપનાવવા બદલ
(મહેન્દ્ર હરીયા અને નીતીન ભટ્ટ ને સંબોધી લખેલી રચના ટુંકાણમાં)
સરસ, મે પણ ક્યાંક વાંચ્યુ છે કે દોસ્તની ખુબીઓ અને નબળાઇઓ બન્ને મંજુર હોય તોજ દોસ્તી શક્ય છે.
આભાર દોસ્ત
મને બદલવાની કોશીષ કર્યા સિવાય
જેવો છું એવો અપનાવવા બદલ
ખૂબ સરસ
ઇશ્વરે મા બાપ પસંદ કરવાની છુટ આપી નથી
પણ સામે એણે
દોસ્ત પસંદ કરવાની પુરી
સ્વતંત્રતા આપી છે
ખુબજ સુંદર જયેશ ભાઇ.આપની વાત સો ટકાની. મિત્રતા ની વ્યાખ્યા આપવા બદલ અભિનંદન.
આખી જ રચના ખૂબ જ સુંદર છે. ખૂબખૂબ અભિનંદન. આપને અને આપના મિત્રોને હજારો સલામ.
khOOb saras rachanaa..