ટેરવાંની સુંવળપ હજીયે અકબંધ છે
મેં તને ક્યારેક રેશમી સ્પર્શ કર્યો હતો
અર્થ તારે કાઢવા હોય એટલા કાઢજે
ફક્ત તારા નામથી મેં પત્ર ભર્યો હતો
શ્વાસોમાં તારા શ્વાસ ભળ્યા પછી તો ગીત
છાતીમાં લીલોછમ બાગ મહોર્યો હતો
સ્વપ્નમાં કરીને તને નજરકેદ
રાતભર પાંપણો પર પહેરો ભર્યો હતો
મેં તને ક્યારેક રેશમી સ્પર્શ કર્યો હતો
February 17, 2009 by jayeshupadhyaya
જય શ્રીકૃષ્ણ કાકા,
આપ સર્વેને શુભ અને મંગલકારી મહાશિવરાત્રી.ભોળાનાથની કૃપા હંમેશા બની રહે.
અર્થ તારે કાઢવા હોય એટલા કાઢજે
ફક્ત તારા નામથી મેં પત્ર ભર્યો હતો
nice rachana
આપનો ડો.હિતેશ ચૌહાણ
સ્વપ્નમાં કરીને તને નજરકેદ
રાતભર પાંપણો પર પહેરો ભર્યો હતો
સરસ રચના