એની વિશ્વસ્નિયતા પર કોઇજ શક નથી રહેતો
હાંફતા કુલીના પસીનાની જેમ ઇમાનદાર છે દોસ્તી
સતત મુલવતાજ્ રહેવુ પડતુ હોય છે અહી જાત ને
સમય સંબંધ અને સંજોગ વચ્ચેનો વહેવાર છે દોસ્તી
ભુખ અને પેટ ને જ્યાં કશો સંબંધજ રહેતો નથી
મઝદુરના બુઝાતા ચુલાના ધુઆની આરપાર છે દોસ્તી
એનો કસુર એટલોજ એને અનુકુળ થતાં ન આવળ્યું
આ પાર છે દુન્યવી વહેવાર તો સામે પાર છે દોસ્તી
ને પરચુરણથી તો એનો તાગ કેમ નીકળી શકે
ખીસ્સાનો નહી પણ દોસ્તના ખભાનો ભાર છે દોસ્તી
દોસ્તીને અલગ અલગ પહેલુઓથી આબાદ શબ્દસ્થ કરી છે.
શક વગરની- ઈમાનદાર-દુન્યવી વહેવારોમાં અટવાયેલી- બધા માધ્યમોને અતિક્ર્મતી અને આરપાર નીસરતી દોસ્તીનો ભારવાહક ભાર !!! નવા જ કલ્પ્નો.
કાફિયા-રદીફ વાળું ગઝલ/ક્ષણિકા જેવું આ સ્વરૂપ અનુભૂતિછંદ પર સરસ સોહે છે.