Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2008

ગીતા

અવાઝ હું પડઘા તું
રસ્તા હું પગલાં તું
ચર્ચાતા રહે હમેશાં
કિસ્સા હું ઘટના તું
શરમને ઢાંકવી પડશે
ચહેરા હું પરદા તું
એકમેક્ના પુરક બનીયે
આંખો હું તો સપના તું
પ્યાસ બન્નેની અતૃપ્ત
હરણ હું ઝાંઝવા તું
મારપણું સોંપ્યુ તને
ચહેરા હું આયના તું

Advertisements

Read Full Post »

એક્જ મકસદ લઈને જીવાઈ રહી છે જીંદગી
તારી પ્રતિક્ષા તારી રાહ ને ઇન્તઝાર તારો
તારું અસ્તિત્વ અમારા અસ્તિત્વને સભર કરે છે
ધડકનો તેજ કરી મુકે છે ઝીણો અણસાર તારો
તું દિલના દ્વારે જીંદગી લઈ ટકોરા દઈ રહી છે
શ્વાસોમાં ઘુંટાઈ રહ્યો છે હમેશા સ્વીકાર તારો
સમય થંભી ગયો છે ને ક્ષણોય વિતતી  નથી
નજરો હવે તડપે છે કરવાને એક દિદાર તારો

(કેતકી વ્હાલી દ્દિકરી ના જન્મ સમયે લખેલી ગઝલ)

Read Full Post »

તારા નામની સાથે નામ મારું જોડી જો
લે કોઇ નામ મારું ને આવે તું દોદી જો
   રેતમાં ચાલીને જો તું
   પગલાં કંઇક પાડી જો તું
   સ્રુષ્ઠી અનેરી રચાશે
   નજરે મારી નીહાડીને જો તું
એક ઇચ્છાકે પગલાં માં પગલું જોડી જો
               લે કોઇ નામ…….
  લીલી હરીયાળી છે તું
  રચના નિરાળી છે તું
  શ્રાવણની ઝરમર હો તો
  ને મેઘ અષાઢી છે તું
પહેલા વરસાદ પછીની ધરતિ જાણે કોળી જો
         લે કોઇ નામ મારું ……

Read Full Post »

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची
नुरवी पुरवी प्रेम कृपा जयाची
सर्वांगी सुंदर उटि शेंदुराची
कंटी झळके माळ मुक्ताफ्ळांची

जयदेव जयदेव जय मंगलमूर्ती, हो श्री मंगलमूर्ती
दर्शनमात्रे मनकामना पूरती
जयदेव जयदेव

रत्नखचित फरा तुज गौरीकुमरा
चंदनाची उटी कुमकुमकेशरा
हिरेजडित मुकुट शोभतो बरा
रुणझुणती नूपुरे चरणी घागरिया

जयदेव जयदेव जय मंगलमूर्ती, हो श्री मंगलमूर्ती
दर्शनमात्रे मनकामना पूरती
जयदेव जयदेव

लंबोदर पीतांबर फणिवरबंधना
सरळ सोंड वक्रतुंड त्रिनयना
दास रामाचा वात पाहे सदना

संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना

जयदेव जयदेव जय मंगलमूर्ती, हो श्री मंगलमूर्ती
दर्शनमात्रे मनकामना पूरती
जयदेव जयदेव

Read Full Post »

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી િલયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!

લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં એવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માડું છું હું તો આગળ, ને વળી વળી
પાછળ વંકાઈ રહે ડોક,

આવી ફજેતી ન હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.

Read Full Post »

સુવિચાર

god does not work for you he works with you

Read Full Post »

વાર્તા

એક ફેરીયો ટોપી વેચતો હતો એક વાર તે એક ઝાડ નીચે સુઇ ગયો બધા વાંદરાઓ ટોપી લઈ ઝાડ પર ચડી ગયા ફેરીયાએ જાગીને જોયું બધી ટોપી ગાયબ એણે વાંદરાઓ સામે પથ્થર ફેંક્યા તો વાંદરાઓ એ સામે પથ્થર ફેંક્યા કંટાળી પોતાની ટોપી જમીન પર ફેંકી

વાંદરાઓએ સામે પોતાની ટોપી ફેંકી ફેરીયો ટોપી લઈ ઘરે આવ્યો વરસો બાદ એ ફેરીયાના દિકરા એ ટોપીનો ધંધો ચાલુ કર્યો ફરી એજ ઝાડ નીચે સુઈ ગયો ફરી વાંદરાઓ ટોપી લઈ ગયા ફેરીયા એ જાગી વાંદરાઓ સામે જોયુ હસીને એણે પોતાની ટોપી જમીન પર ફેંકી પણ વાંદરા હસવા લાગ્યા એકે કહ્યું અમને પણ અમારા બાપા એ ટીપ્સ આપી છે

Read Full Post »

Older Posts »