Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2008

કવિઓ

ભરબજારે એક માણસ ધસમસતો દોડતો જતો હતો પાછળ બીજો માણસ બુમો પાડતો હતો ઉભો રહે ઉભો રહે સાંભળ સાંભળ વાત તો સાંભળ લોકો એ બીજા માણસને પુછ્યું શું વાત છે કેમ તું એની પાછળ પડ્યો છે તો એણે કહ્યું અમે બંન્ને કવિ છીએ હવે પહેલાં એણે એની કવિતાઓ મને સંભળાવી મેં સાંભળી પણ હવે એનો વારો આવ્યો તો એ છટકી જાય છે.

ટ્રેન માં બે મુસાફર સામસામે બેઠા હતા એકે કહ્યું આ તો સાવ કંટાળાજનક મુસાફરી છે શું આપની પાસે વાંચવાલાયક કઇંક છે બીજાએ ઉત્સાહીત થઇ કહ્યું હા હું કવિ છું અને મારી કવિતાનો સંગ્રહ છે શું તમે વાંચશો પહેલા એ જવાબ આપ્યો કે ના એમતો મારી પાસે ટ્રેનનું ટાઇમટેબલ છે

એક  વાર એક સંપાદક તળાવમાં ડુબી રહ્યા હતા અક યુવાને એમને જાનના જોખમે બચાવ્યા સંપાદકે આભાર માનતા કહ્યું હું અહીંના એક સમાયીકનો સંપાદક છું મારા લાયક કામકાજ હોય તો જણાવશો બે ત્રણ દિવસ પછી પેલો યુવક સંપાદક પાસે ગયો અને એમના હાથમાં એણે લખેલી કવિતાઓ પધરાવી દીધી સંપાદક કવિતા વાંચી ઉભા થઇ ચાલવા લાગ્યા યુવાને પુછ્યું ક્યાં જાઓ છો પાછો તળાવમાં ડુબવા સંપાદકનો જવાબ હતો

Advertisements

Read Full Post »

કાંખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત જ્યારે મેં અલગ અંદાજનું ગીત એ પોષ્ટ લખી હતી એ વેળા એ મને બીલકુલ ખયાલ નહોતો કે ગુજરાતી માં અને એ પણ રમેશ પારેખે એક ગઝલ એ જ અંદાઝમાં લખી છે વાચકમીત્ર પ્રજ્ઞાજુબેને જ્યારે આ પ્રતિભાવ આપ્યો ત્યારે સુખદ આશ્ચર્ય થયું તો સરખાવો એ બે રચનાઓ

મેરે દીલસે સીતમગર તુ ને અચ્છી દિલ્લગી કી હૈ

કે બનકે દોસ્ત અપને દોસ્તોસે દુશ્મની કી હૈ

મેરે દુશ્મન તુ મેરી દોસ્તી કો તરસે

મુઝે ગમ દેનેવાલી તું ખુશી કો તરસે

તુ ફુલ બને પતઝડકા તુઝપે બહારન આયે કભી

મેરી હી તરહ તું તડપે તુઝકો કરારન આયે કભી

જીયે તું ઇસ તરહસે જીંદગી કો તરસે

ઇતના તો અસર કર જાયે મેરી વફાએ ઓ બેવફા

એક રોઝ તુઝે યાદ આયે અપની જફાયે ઓ બેવફા

પશેમાં હો કે રોયે તું હસીં કો તરસે

તેરે ગુલશનને સે ભી જ્યાદા વીરાન કોઇ વીરાના ન હો

ઇસ દુનીયામેં કહી તેરા અપના તો હો ક્યા બેગાના ન હો

કીસીકા પ્યાર ક્યા તું બેરુખી કો તરસે

મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે

અને હવે રમેશ પારેખની રચના આભાર સહ પ્રજ્ઞાજુબેન

 બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

Read Full Post »

આજે ફરી એક વાર સીનેમા સંગીત ની વાત કરીયે આજે એવા ગીત ની વાત કરવા માંગુ છુ જે અલગ અંદાઝનું ગીત છે સામાન્ય રીતે ફીલ્મોમાં ગીત ખાસ કરી ને એવા પ્રસંગે  મુકવામાં આવે છે જ્યારે હીરોઇન ને હીરો સાથે ગેરસમજ થાય અથવા બન્ને ન પ્રતીકુળ સંજોગ આવે અને હીરોઇન હીરોથી દુર થવા મજબુર હોય ત્યારો આપણો હીરો સદા ખુશ રહે તું નાજ ગીતડા ગાતો હોય છે તુટતી હૈ જો બીજલી મેરા ઘર તો હૈ ગાય અથવા તેરી ગલીયોમેં ના રખેંગે કદમ દુખી થઇને ગાતો હોય કે પછી મૈં તો હર મોડ પર તુજકો દુંગા સદા ની આશ લઇ ફરે પણ મારી જાણ મુજબ એક એવું ગીત છે જેમાં દુઃખી થઇ હીરો હીરોઇન ને બદદુઆ દેતો હોય માનવસહજ અથવા સામાન્ય માણસની લાગણીને વાચા આપતું આવું એક ગીત અલગજ તરી આવે છે હા હું વાત કરું છું ફીલ્મ આયે દીન બહાર કે નું મોહમદ રફી સાહેબે ગાયેલું આનંદ બક્ષીના લખેલા આ ગીત નું સંગીત લક્ષ્મીકંત પ્યારેલાલ ની જોડી એ આપ્યું છે તો હાજર છે એ ગીત

મેરે દીલસે સીતમગર તુ ને અચ્છી દિલ્લગી કી હૈ

કે બનકે દોસ્ત અપને દોસ્તોસે દુશ્મની કી હૈ

મેરે દુશ્મન તુ મેરી દોસ્તી કો તરસે

મુઝે ગમ દેનેવાલી તું ખુશી કો તરસે

તુ ફુલ બને પતઝડકા તુઝપે બહારન આયે કભી

મેરી હી તરહ તું તડપે તુઝકો કરારન આયે કભી

જીયે તું ઇસ તરહસે જીંદગી કો તરસે

ઇતના તો અસર કર જાયે મેરી વફાએ ઓ બેવફા

એક રોઝ તુઝે યાદ આયે અપની જફાયે ઓ બેવફા

પશેમાં હો કે રોયે તું હસીં કો તરસે

તેરે ગુલશનને સે ભી જ્યાદા વીરાન કોઇ વીરાના ન હો

ઇસ દુનીયામેં કહી તેરા અપના તો હો ક્યા બેગાના ન હો

કીસીકા પ્યાર ક્યા તું બેરુખી કો તરસે

મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે

Read Full Post »

એક લશ્કરી તાનાશાહ એક વાર પોતાની ગાડી લઇ દેશની મુલાકાતે નીકળ્યો દેશની સાચી સ્થીતીનું માપ કાઢવા બે ત્રણ દીવસ પછે એ દેશના એકદમ છેવાડે ના ગામ માં પહોંચ્યો જ્યાં તેને કોઇ ઓળખતું નહોતું ત્યાં અકસ્માતે એના ડ્રાઇવરની ભુલથી એક કુતરો ચગદાઇ ગયો ને કુતરો મરી ગયો ટોળું જમા થયુ ને કુતરાના મોતનું વળતર માંગવા લાગ્યું હવે તકલીફ એ થઇ કે એટલા પૈસા તાનાશાહ કે એના ડ્રાઇવર પાસે હતા નહી તાનાશાહે  એના ડ્રાઇવરને બોલાવી કહ્યું હું અહી ઉભો છું તું જઇ બાજુના શહેરમાંથી પૈસા લઇ આવ ભલે કહી ડ્રાઇવર ગયો બે કલાક વીત્યા ત્રણ કલાક વીત્યા ચાર કલાક થવા આવ્યા તાનાશાહ ઉંચો નીચો થવા લગ્યો ત્યાંજ એણે જોયું તો એનો ડ્રાઇવર એક ટ્રકમાં અવતો હતો અને ટ્રક પૈસા રુપીયા દાગીના હીરા મોતી માણેક સોનું ચાંદીથી લદાયેલી હતી તાનાશાહ તાજ્જુબ થઇ ગયો એણે ડ્રાઇવરને પુછ્યું આ બધું શું છે ખબર નહી સાહેબ ડ્રાઇવરે જવાબ આપતાં કહ્યું કે મેં તો એ શહેર માં જઇ એટલું જ કીધું કે મારે પૈસા ની જરુર છે હું તાનાશાહનો ડ્રાઇવર છું અને મેં કુતરાને કચડી નાંખ્યો છે

(વધુ…)

Read Full Post »

એક પ્રોજેક્ટ મેનેજરનું અપહરણ થયું અપહરણકર્તાઓએ ધમકી ભર્યો ઈ-મેલ મોકલ્યો કે જો તમે દસ લાખ રુપીયા નહીં પહોંચાડો તો અમે મેનેજરને જીવતો સળગાવી દેશું ઓફીસમાં ચકચાર મચી ગઇ અને બધા પોતપોતાની રીતે ફંડ ફાળા ઉઘરવવામાં લાગી પડ્યા ત્યારે માંડ સાંજ પડે દસ  લીટર પેટ્રોલ ભેગું કરી શક્યા

Read Full Post »

14 જુલાઇ મારા મનપસંદ સંગીતકાર ગઝલના બાદશાહ મદનમોહન ફ્લોપ ફીલ્મોના મધુર ગીતોના સર્જક અને એમની હયાતી પછી સ્વીકૃતી પામેલ સંગીતકાર ગઝલની મહારાણી બેગમ અખ્તરના દીવાના પણ અહમના લીધે બંન્નેમાંથી એક જણે પણ નમતું ન જોખ્યું ને બેગમના અવસાન પર ડુસકે ડુસકે રડનાર પણ મદનમોહનજ હતાને ધુનમાં સીતારની સરસ તર્જ મુકનાર  સીતારવાદક રઇસખાન સાથે વાંકુ પડતા એમની સાથે છેડો ફાડનાર મદનમોહન અહમ સાથે ક્યારેય સમાધાન નહોતા કરતા એમની એક ધુન યાદ કરોને દસ યાદ આવે એવા સંગીતકારને સલામ

Read Full Post »

ભલે પધાર્યા દોસ્તો આજે મારા દીકરો ૧૮ વર્ષ પુરા કરી જવાબદાર નાગરીક બનવાને દ્વારે ઉભો છે આજ એનો ૧૮મો જન્મદીન છે જન્મદીન મુબારક સંકેત જયેશ ઉપાધ્યાય

Read Full Post »

Older Posts »