Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2008

આ વર્ષે અભુતપુર્વ મંદી અને ડામાડોળ અર્થતંત્રનો ભોગ ગુજરાતના ઉધ્યોગો પણ બન્યા છે એથી થોડી દોડધામમાં સમય કાઢી નથી શકાતો ઉપર દિવાળી સમય ની સખત ખેંચ વરતાય છે તમાર બ્લોગની મુલાકાત તો લઇ લઉં છુ પણ હું કશુંજ લખી નથી શકતો અરે કોમેન્ટ્સ પણ નહી તો માફ કરશો અને હા એડવાન્સમાં આપ સર્વે મિત્રો ને દિવાળીની શુભેચ્છાઓ અને નવા વરસની શુભકામના

Advertisements

Read Full Post »

http://gadyasoor.wordpress.com/

જયેશ ! મુંબાઈના તમારા એક રુમ રસોડાના મહેલમાં અને માતા પીતાની છત્રછાયામાં તમે બાદશાહી ફરમાવી રહ્યા છો. તમારા ભાઈ ( પીતાજી જ તો ! ) જુની ફીલ્મોનાં ગીતોના શોખીન છે. ટેપ રેકોર્ડરની લક્ઝરી હજુ તમારા જીવનમાં પ્રવેશી નથી. રેડીયો પરથી પ્રસારીત થતો, જુનાં ગીતોનો એક પણ કાર્યક્રમ તમારા ભાઈ છોડતા નથી.

    તમે પણ એ વારસાગત રંગે રંગાયેલા છો. બધા હીન્દી શબ્દોના અર્થ સમજવા જેટલા શીક્ષણના સ્તરે તમે હજુ પહોંચ્યા નથી. પણ એ લય ઉપર ભાઈની જેમ તમે પણ ઝુમી ઉઠો છો. ‘પંકજ મલીક’ કશાકનો માલીક છે, તેમ જ તમારું માનવું છે! મહમ્મદ ‘રફી’ છે કે ‘ફરી’ છે , એ અસમંજસ તમને હમ્મેશ રહ્યા કરે છે! ‘સાયગલ’ ને તમે એક જાતની સાયકલ જ દ્રઢ પણે માનો છો!

    અને તે દીવસે એ મહાન ગાયકનું એ અતી મહાન ગીત તમે પહેલી જ વાર સાંભળો છો. તમે એકદમ ગભરાઈ જાઓ છો; અને રેડીયો ફટાક દઈને બંધ કરી દો છો.

    તમારા ભાઈ રેડીયો બંધ થયેલો જોઈ એકદમ ધસી આવે છે; અને તમારી ખબર લઈ નાંખે છે. તમે રડમસ ચહેરે તમારી આશંકા ભાઈને સમજાવવા પ્રયત્ન કરો છો. “ દીલ્હી તુટી ગયું. હવે મુંબાઈનો વારો આવશે તો?” – તમારા મુખમાંથી તુટક તુટક વચનો સરી પડે છે.

     ભાઈ એકદમ હસી પડે છે, અને પ્યારથી તમને એ ગીતનો અર્થ સમજાવે છે.

     એ ગીત છે –

’हम जीके क्या करेंगे, जब दिल ही तुट गया|‘

     તમારા ભાઈ તમને ‘દીલ હી’ અને ‘દીલ્હી’ વચ્ચેનો ફરક દીલથી સમજાવે છે. કોઈ અમંગળ ઘટના બની નથી એની ખાતરી થતાં; તમારા વદન-કમળ પરનો ઘટાટોપ ઓસરી જાય છે અને બધી મુરઝાયેલી પાંદડીઓ નવપલ્લવીત બની જાય છે! તમે પણ એ ગીત દીલ દઈને લલકારવા માંડો છો.

      એ યાદગાર ઘટના બાદ તમને પણ સાઈગલ, સાયકલ જેવો પ્યારો થઈ જાય છે.

      હવે તો તમારી પાસે કેસેટ કે સીડી તો શું; આઈપોડ પણ છે, અને આઈફોન આવી જવાની શક્યતાય છે જ તો ! પણ ગમે તે સાધન હોય; એ અમર ગાયકનું એ અમર ગીત તમે વારંવાર સાંભળતાં હજુ યે ધરાતા નથી.

      જો કે કાનના પડદા ફાડી નાંખે તેવા પોપ ગીતોના શોખીન- તમારા દીકરાના ચીત્તમાં ‘સાયગલ’ ના ગીતો માટે પ્રેમ શી રીતે પેદા કરવો ; એ સમસ્યાનો ઉકેલ તમે હજી શોધી શક્યા નથી.

Read Full Post »

જીવનમાં બે કામ તન્મયતાથી કર્યા છે

એકતો તને યાદ અને બીજું તને પ્રેમ

મનને મનાવવા આટલુંજ જરુરી છે

એકતો તારો ભ્રમ અને બીજું તારો વ્હેમ

તારી આસપાસજ રહેવાનાં કારણો

એકતો તુંજ લક્ષ્ય ને બીજું તું જ નેમ

Read Full Post »

Read Full Post »

Read Full Post »