Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2013

દોસ્તો ને સમર્પીત એક ગઝલ
નિતીન ભટ્ટ
તું બોધીવૃક્ષ સમ તારે છાંયે હાશ અનુભવાય
હાથોની વડવાઇને ઉષ્માસભર ફેલાવી બેઠો છે તું
હિમાંશુ પંડ્યા
કોમન હોવું એટલું પણ કોમન નથી હોતું યાર
સામાન્ય લાગતી આ મસમોટી વાત પચાવી બેઠો છે તું
રસેષ દેસાઇ
ખુશી પોતેજ ઉદાસ થઇ જાય એમ પણ બને
એ હદે આનંદ ને પોતાનામાં છલકાવી બેઠો છે તું
રમેશ શાહ
ચશ્માના કાચ્માંથી સતત છ્લકતી રહે અશ્રધ્ધા
જાણેકે સંશય આત્માનો વારસો સાચવીને બેઠો છે તું
યોગેન્દ્ર જરીવાલા
જીંદગીને પોતાનીજ રીતે જીવવાની જીદ તારી
માયાથી મોક્ષ સુધીના નકશા બનાવી બેઠો છે તું
Advertisements

Read Full Post »

આંખ આપી છે તો એ તને સપનું પણ આપશે
તને જોઇએ એટલું નહી તો ખપનું પણ આપશે
જાહેરમાં આપી તને એ લજ્જીતતો નહીંજ કરે
બે હાથો છોડ ખુદ્થી છાનુંછપનું પણ આપશે

Read Full Post »